અધ્યાય 6 ભાગ 4
અર્જુન કહે છે હે કૃષ્ણ મન ચંચળ, ઉછ્રખલુ, દુરાગ્રહી તથા અત્યંત બળવાન છે અને તેથી તેને વશમાં રાખવું એ મને વાયુને વશમાં રાખવાથી પણ વધારે અઘરું લાગે છે.
મન એટલું બળવાન કે દુરાગ્રહી છે કે તે કેટલીક વખત બુદ્ધિને પરાજિત કરે છે. ભલે મનને બુદ્ધિ ને આધિન માનવામાં આવતું હોય. આ વ્યવહારું દુનિયામાં જ્યાં મનુષ્ય ને અનેક વિરોધી તત્ત્વો સાથે સંઘર્ષ કરવો પડે છે. તેને માટે મનને વશમાં રાખવું ખૂબ મુશ્કેલ બને છે. મનુષ્ય કુત્રિમ અને પોતાના શત્રુ અને મિત્ર પ્રત્યે માનસિક સંતુલન પ્રસ્થાપિત કરી શકે છે, પરંતુ દુનિયાદારીમાં સ્થિર કોઈ મનુષ્ય આખરે કરી શકતો નથી, કારણ કે આમ કરવું એ પ્રબળ વાયુને વશમાં કરવાથી પણ અઘરું છે.
જીવાત્મા આ ભૌતિક શરીરથી રથમાં પ્રવાસી છે અને બુદ્ધિ તેના સારથીરૂપ છે મન દોરવણી આપતું સારથી છે અને ઈંદ્રિયો અશ્વો છે આ રીતે મન ઈંદ્રિયોના સંગમાં રહી સુખ અને દુઃખ ભોગવે છે. મોટાભાગના લોકો એવું માનતા હોય છે બુદ્ધિ મનને દોરવણી આપે છે પણ મન એટલું બળવાન તથા જિદ્દી હોય છે. જેમ કે તીવ્ર ચેપી રોગ સારામાં સારી દવાના પ્રભાવને ગણકારતો નથી તેમ મન પણ બુદ્ધિ ને પરાજિત કરે છે. આવા પ્રબળ મનને યોગાભ્યાસ દ્વારા નિયંત્રણમાં રાખી શકાય છે પણ અર્જુન જેવા સંસારી મનુષ્ય માટે અઘરું હતું તો પછી આધુનિક મનુષ્ય માટે કહેવું શું?
ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે મહાબાહ કુંતી પુત્ર નિઃસંદેહ ચંચળ મનને વશ કરવું એ અત્યંત અઘરું છે પરંતુ યથા યોગ્ય અન્ય તથા વૈરાગ્ય દ્વારા તેને વશ કરવું શક્ય છે.
અર્જુન દ્વારા વ્યક્ત થયેલી જિદ્દી મનને વશમાં રાખવાની મુશ્કેલી નો ભગવાને સ્વીકાર કર્યો છે પરંતુ સાથે સાથે તેઓ સૂચવે કે અભ્યાસ દ્વારા વશમાં કરવું શક્ય છે તો આ અભ્યાસ શું છે?
વર્તમાન યુગમાં પવિત્ર સ્થાને નિવાસ કરવો, બ્રહ્મચર્ય નું પાલન કરવું, એકાંતવાસ સેવવો વગેરે કઠોર નીતિ નિયમોનું પાલન કરવું એ કોઈ મનુષ્ય માટે શક્ય નથી પરંતુ કૃષ્ણ ભાવના મૃત ના અભ્યાસ દ્વારા મનુષ્ય નવ પ્રકારની ભક્તિ માં કાર્યરત થઈ શકે છે સૌપ્રથમ ભક્તિ કાર્યો માં મુખ્ય અંગ કૃષ્ણ કથાનું શ્રવણ છે મનને સર્વ પ્રકારના અનર્થ માંથી શુદ્ધ કરવા માટે આ અતિ શક્તિ શાળી દિવ્ય પધ્ધતિ છે. ભક્તિમય સેવાથી મનુષ્ય ને દિવ્ય સંતોષની લાગણી થાય છે.
ભગવાન કહે છે જે મનુષ્ય નું મન અસંયમિત છે તેને આત્મા સાક્ષાત્કાર દુર્લભ હોય છે પરંતુ જેનું મન સંયમિત હોય છે તથા જે યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે તેને નિશ્ચિત પણે સફળતા પ્રાપ્ત થાય છે એ મારો અભિ થાય છે
ભગવાન કહે છે મનુષ્ય ભૌતિક વેપારમાંથી મનને અલગ કરવાનો પ્રયાસ કરતો નથી. ભૌતિક વિલાસમાં પરોવતા રહીને યોગાભ્યાસ કરવો એ અગ્નિમાં પાણી રેડતા રહીને તેને પ્રજ્વલિત કરવાના પ્રયત્નો જેવું છે. મનના સમય વિનાનો યોગાભ્યાસ એ સમયનો બગાડ છે યોગનું પ્રદર્શન ભલે ભૌતિક રીતે લાભદાયી હોય, પરંતુ આત્મા સાક્ષાત્કાર વિના નિરર્થક છે.
અર્જુન કહે છે હે કૃષ્ણ તે અસફળ યોગીની શી ગતિ થાય છે કે જે શરૂઆતમાં આત્મા સાક્ષાત્કાર ની પ્રક્રિયાને શ્રદ્ધા પૂર્વક ગ્રહણ કરે છે, પરંતુ પછી ભૌતિકતાને કારણે તેમાંથી વિચલિત થાય છે અને તેના પરિણામે યોગસિદ્ધિ ને પાત્રી થઈ શકતો નથી.
ભગવદ્ ગીતામાં આત્મા સાક્ષાત્કાર તથા યોગ માર્ગનું નિરૂપણ કર્યું છે. આત્મા સાક્ષાત્કારનો અર્થ એ મનુષ્ય આ ભૌતિક શરીર નથી, પરંતુ તેનાથી ભિન્ન છે. તેનું જીવન આનંદ અને જ્ઞાનમાં રહેલું છે. આત્મા સાક્ષાત્કારની શોધ જ્ઞાન દ્વારા કરવાની રહી છે. મનુષ્યે આધ્યાત્મિક માર્ગે ચાલવું એટલે માયા સામે યુદ્ધ ની ઘોષણા કરવી બરાબર છે. આપણે ભૌતિક મોહમાયા માંથી છૂટવા માટે અનેક પ્રયત્નો કરીએ છીએ પરંતુ ભૌતિક માયા અનેક પ્રયોજન દ્વારા મનુષ્ય ના પ્રયત્ન ને તોડે છે..અર્જુન આત્મા સાક્ષાત્કાર ના માર્ગ માંથી ભ્રષ્ટ થવાના પરિણામ વિશે જીજ્ઞાશું છે તે ભગવાનને પૂછે છે હે મહાબાહ કૃષ્ણ શું અધ્યાત્મ પ્રાપ્તિના માર્ગથી ભ્રષ્ટ થયેલો એવો મનુષ્ય આધ્યાત્મિક અને ભૌતિક બંને સફળતામાંથી પતન પામતો નથી અને છિન્નભિન્ન થયેલા વાદળોની જેમ નષ્ટ થતો નથી. તેના પરિણામે તેને માટે કોઈ લોકમાં કોઈ સ્થાન નથી રહેતું..ભગવાન ભગવદ્ ગીતાની શરૂઆતથી જ કહે છે મનુષ્યે બધા જ ભૌતિક સુખ છોડી નથી શકતો અને સંપૂર્ણ આધ્યાત્મિક થઈ શકતો નથી માટે મનુષ્યની સ્થિતિ છિન્નભિન્ન થયેલા વાદળ જેવી થાય છે. કોઈ વખત આકાશમાં એકાદ વાદળ નાના સમૂહમાંથી છૂટુ પડીને મોટા વાળમાં જોડાઈ જાય છે પરંતુ મોટા સમૂહમાં જોડાઈ ના શકે તો પવન તેને ઘસડી જાય છે અને વિરાટ આકાશમાં તેનું નામો નિશાન રહેતું નથી. માટે ઈશ્વર કહે છે મનુષ્યે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. વિચારોને અનુસરવું જોઈએ. જરૂરિયાત કરતા વધારે મેળવવાની લાલસા માં નમ્રતા ભૂલી જાય છે અને અભિમાન માં જીવનપરસ કરે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર યુદ્ધ મેદાનમાં અર્જુનને કહે છે હે પ્રથા પુત્ર અર્જુન કલ્યાણકારી કાર્યોમાં પરોવાથી અધ્યાત્મવાદી આ લોકમાં કે પરલોકમાં વિનાશ નથી થતો.. હે મિત્ર ભલું કરવા વાળાની કદાપિ અધોગતિ થતી નથી. માનવતાના બે વિભાગ પાડી શકાય છે નિયંત્રિત અને અનિયંત્રિત. હે મનુષ્યો ભાવિ જન્મ તથા મુક્તિના જ્ઞાન વિના કેવલ ઈંદ્રિયો ભોગમાં રચ્યાપચ્યા રહે છે. તેઓ અનિયંત્રિત ભાગમાં આવે છે જેઓ ધાર્મિક શાસ્ત્રોક્ત કર્તવ્યના સિધ્ધાંતોનું પાલન કરે છે તેઓ નિયંત્રિત વિભાગમાં આવે છે. અનિયંત્રિત વિભાગના મનુષ્યો ના કાર્યો કદાપિ શુભ હોતા નથી. તેઓ પશુઓની જેમ આહાર, નિદ્રા, ભય તથા મૈથુન ભોગવતા રહી કાયમ દુખમય જીવન જીવે છે. શુભ કર્મ તો તે જ છે જે મનુષ્ય ને મુક્તિ તરફ લઈ જાય. (ક્રમશઃ)